Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ટાણે જ નર્મદા  જિલ્લાના બે અકસ્માતમાં બે ઇસમોને ઇજા એકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:દર વર્ષે પોલીસ અને આર. ટી.ઑ. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં લોકોને જાગૃત કરવા મહેનત કરે છે છતાં બેફામ વાહનો હંકારતા ચાલકો અકસ્માત કરતા જોવા મળ્યા છે જેમાં નર્મદા જિલ્લામાં અવાર નવાર અકસ્માતોની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે જેમાં કેટલા લોકોના જીવ જાય છે તો કેટલા ઇજાગ્રસ્ત થાય છે

  હાલમાં નર્મદા જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની જેમાં ડેડીયાપાડા તાલુકાના સામરપાડા પાસે મો.સા નં- GJ-22-K-1382 ના ચાલકે પોતાની કબ્જાની મો.સા પુર ઝડપે હંકારી લાવી મો.સા નં-GJ-16-DF-4477 સાથે એક્સિડન્ટ કરી મો.સા ચાલક પ્રકાશભાઇ નાઓને શરીરે જમણા પગના પંજા ઉપર તથા માથાના ભાગે ઇજાઓ પહોંચાડી તેમજ મો.સા પાછળ બેસેલ મરનાર મેલસિંગ ભાઇ દાદલભાઇ વસાવાનાઓને જમણા પગના ઘુંટણથી નીચેના ભાગે ફેક્ચર કરી તથા ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવતા ડેડીયાપાડા પોલીસે મો.સા.ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
જ્યારે બીજી ઘટના સાગબારા તાલુકાના ઘોડમંગ ગામના બસ સ્ટેન્ડ પાસે બની જેમાં મિતેશભાઇ રાજેશભાઇ વસાવા(રહે.મહુપાડા, તા.સાગબારા, જીલ્લો નર્મદા) નાઓએ પોતાના કબજામાની હોન્ડા યુનીકોન મોટર સાયકલ નંબર GJ-26-Q-3884 ની પુરઝડપે હંકારી જઇ રોડની ડાબી સાઇડમા ચાલતા જતા મહેન્દ્રભાઇ ભામટીયાભાઇ વસાવાનાઓને પાછળથી ટક્કર મારી  જમણા પગે ફેકચર કરી તથા શરીરે ઈજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે મિતેશભાઇ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે..

(10:19 pm IST)