Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજપીપળા સરકારી આઈ.ટી.આઈ માં વાર્ષિક રમતોત્સવ પખવાડિયાનું આયોજન

મોબાઈલ યુગમાં જૂની રમતો રમી વિદ્યાર્થીઓ થયા ખુશ શિયાળુ રમતોત્સવથી વિધાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે એવો અમારો પ્રયાસ : પ્રિન્સિપાલ બોસ્કી ખુંડીવાલા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજના મોબાઈલ યુગમાં યુવાનો બસ મોબાઈલ ગેમો જ રમતા જોવા મળે છે ત્યારે સ્થાનિક રમતો હવે ભુલાવા લાગી છે. શાળા કોલેજોમાં રમતો રમતા વિધાર્થીઓની રમતો ઓછી થઇ જતા અન્ય શારીરિક રોગો યુવાની કાળમાં ઘર કરતા હોય શાળા કોલેજો હવે ફરજીયાત રમતોત્સવનું આયોજન કરે છે. ત્યારે શિયાળુ સત્ર દરમ્યાન રાજપીપલા સરકારી આઈટીઆઈ ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈના પ્રિન્સિપાલ બોસ્કી ખુંડીવાલાની આગેવાનીમાં આઈટીઆઈના તમામ ઇન્સ્ટ્રકર અને નૉંટીચિંગ તમામ સ્ટાફ દ્વારા એક સપ્તાહ સુધી વાર્ષિક રમતોત્સવ પખવાડિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આઈટીઆઈના પ્રિન્સિપાલ બોસ્કી ખુંડીવાલાએ જણાવ્યું હતું કે રાજપીપળા સરકારી આઈટીઆઈ ખાતે એક વીક સુધી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવવામાં આવી. જેમાં ક્રિકેટ, વોલીબોલ,  જેવી આઉટડોર રમતો અને કેરમ, બેડમિન્ટન જેવી ઇન્ડોર રમતો સાથે સંગીત ખુરસી, દોરડા કૂદ, દોડ, લીંબુ ચમચી જેવી દેશી ગેમો નું પણ આયોજન મારી ટીમે ખુબ સારીરીતે કર્યું અને વિશાર્થીઓને ખુબ મઝા આવી હતી. ખરેખર વર્ષમાં આવી રમતો પર ખાસ ધ્યાન રાખી આયોજન કરવું જરૂરી છે જેનાથી બાળકો નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે. આ એક સપ્તાહના આયોજન ને લઈને બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો જે ઘણુ સારું કહેવાય

(10:23 pm IST)