Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

નર્મદા જિલ્લામાં છુટ્ટા કરાયેલ VCEને ક્યારે પરત લેવાશે ??  વિકાસ કમિશ્નરની કચેરીના આદેશનું પાલન ક્યારે

રાજકીય દબાણ હેઠળ VCE ને છુટા કરાયા હોવાનો નર્મદા જિલ્લા મંડળના પ્રમુખનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કામોમાં પ્રજાને મદદ કરતા વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરોને પરત લેવાનો આદેશ કરાયો છે

વિકાસ કમિશનરની કચેરી દ્વારા તમામ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે.જો કોઇ VCEને છૂટા કરવા હોય તો તેની લીગલ પ્રક્રિયામાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લા માંથી ચાર VCE ને છુટા કરી દેવાયા હતા તેઓએ પોતાની સાથે કિન્નાખોરી રાખી છૂટા કરાયા હોવાના આક્ષેપ સાથે આવેદન પણ આપ્યું હતું
  વીસીઈ કર્મચારીઓને છૂટા કરવામાં આવતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક મંડળ નર્મદાના પ્રમુખ દ્વારા ડીડીઓને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતના કારણ વગર અને તેઓની કામગીરી સારી હોવા છતાં જિલ્લાના કેટલાક વી.સી.ઈના આઈડી બ્લોક કરી દેવામાં આવ્યા છે, ઉપરાંત વી.સી.ઈને છુટા કરવાના હુકમ કરવામાં આવ્યા છે. કિન્નાખોરી રાખીને જિલ્લા/તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઘણા વી.સી.ઈને અન્યાય કરવામાં આવેલ છે.
 નર્મદા જિલ્લાના વિસીઈ મંડળના પ્રમુખે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું છે કે નર્મદા જીલ્લા માં ખાસ કરીને નાંદોદ તાલુકામાં વી.સી ને ખોટી રીતે હેરાનગતિ કરી ને છુટા કરવા માટે રાજકીયપક્ષો દ્વારા અધિકારીને દબાણ કરવામાં આવે છે.તેવો આક્ષેપ કર્યો છે જો વી.સી.ઈ ને યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટ રાહે જ ઈશું .ઓનલાઈન રીપોર્ટ મુજબ આ વી.સી.ઈ ની બીજા વી.સી કરતા સારી કામગીરી હોય છતાં સાસક પક્ષ નાં દબાણ ને કારણે દશરથભાઈ, રોશનભાઈ, જીગ્નેશભાઈ, પ્રદિપ ભાઈ કુલ ચાર  વી.સી.ઈ ને છુટા કરવાના આદેશ આપ્યા છે. જો છુટાં કરવાનાં ઓર્ડર પાછાં નહીં લેવાતો કોર્ટ રાહે જ ઈશું. અને જો યોગ્ય ન્યાય નહીં મળે તો રાજકીય બે-ત્રણ નેતાઓ સંડોવણી છે એમના નામ જાહેર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે
રાજ્યમાં આશરે અંદાજે 14 હજાર ગ્રામપંચાયતોમાં VCE કર્મી છે. રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ કેન્દ્રો આવેલા છે. અને તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી હોય છે. તેઓ રાજ્ય સરકારની તમામ યોજાના, સર્વેને લગતી ડિજિટલ કામગીરી, મહેસૂલ વિભાગની કામગીરી, નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ અને ચૂંટણીને લગતી પણ કામગીરી કરે છે

(10:24 pm IST)