Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

સાગબારા અપહરણની ઘટનામાં સાત વર્ષની બાળકીને  શોધી વાલીને સોંપતી એસ.ઓ.જી.તથા એલ.સી.બી .નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામમાંથી સાત વર્ષીય બાળકનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કર્યાની ઘટનમાં ગણતરીના કલાકોમાં એસોજી અને એલસીબી ટીમે બાળકીને શોધી કાઢી પરિવારને સુપ્રત કરતા સરાહનીય કામગીરી કરી છે

  મળતી માહિતી મુજબ અપહરણ થયેલ બાળકી (ઉ.વ.૬ વર્ષ ૧૦ માસ)  ગઇ તા.૧૧/૦૧/ ૨૦૨૩ ના રોજ કોઇ અજાણ્યા ઇસમે અપહરણ કરી લઇ ગયા અંગેની ફરીયાદ તેના પિતાએ આપેલ તે બાબતે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નર્મદા તથા નાયબ પોલીસ અધિક્ષક જી.એ. સરવૈયા રાજપીપલા ડીવીઝન નાઓએ આ ગુનામાં ભોગ બનનારને શોધી કાઢવા અંગે માર્ગદ્શન અને સુચના આપતા જે એચ.કે.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. નર્મદા ઇ.ચા. એલ.સી.બી.નર્મદા સ્ટાફના માણસોએ હ્યુમન સોર્સીસ મારફતે માહિતી મેળવી બાળકીને ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મેળાપ કરાવી પ્રસંશાપાત્ર કામગીરી કરી છે.

(10:28 pm IST)