Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

અમૃત સરોવરોના નિર્માણકાર્યોની સમીક્ષા કરતાં કલેક્ટર અરુણ મહેશ બાબુ

નવા અમૃત સરોવરોના નિર્માણ, હયાત અમૃત સરોવરોનું સમારકામ, તથા તેમના નવીનીકરણ અને બ્યુટીફીકેશન વગેરે કાર્યોની સમીક્ષા કરવા બેઠક યોજાઈ

રાજકોટ:ભારત સરકારના નેશનલ વોટર કન્ઝર્વેશન મિશન વિભાગ દ્રારા "જલ શકિત અભિયાન-કેચ ધ રેઇન'' કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં નવા અમૃત સરોવરોના નિર્માણ, હયાત અમૃત સરોવરોનું સમારકામ, તથા તેમના નવીનીકરણ અને બ્યુટીફીકેશન વગેરે કાર્યોની સમીક્ષા કરવા અંગેની બેઠક કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અમૃત સરોવરોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના કલેકટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને આપી હતી. રાજકોટ જિલ્લામાં ૭૫ અમૃત સરોવર પૈકી ૨૦ સરોવર તૈયાર થઇ ચૂકયા છે. જયારે ૫૫ જેટલા સરોવરોના કામો પ્રગતિ હેઠળ છે.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજયભરના તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવર બની રહયા છે. આ સરોવરોના નિર્માણથી વરસાદી પાણીનો સંગ્રહ થશે. ભુગર્ભ જળ ઉંચા આવશે. અને સહેલાણીઓને સુંદર પર્યટન સ્થળ પ્રાપ્ત થશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:34 pm IST)