Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહીં મળે.?

વિપક્ષનું પદ આપવું કે નહીં તે વિધાનસભાના અધ્યક્ષનો અબાધિત અધિકાર:કોંગ્રેસના નેતાને વિપક્ષનું પદ ન મળે તે માટે વટહુકમ લાવવામાં આવી શકે :હાલ વિપક્ષ નેતાના બંગલાની ફાળવણી સરકારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને ફાળવી દીધો

અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષને લઈને સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહીં મળે. ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. મંગળવારે અમિત ચાવડાની વિધાનસબામાં કોંગ્રેસના નેતા તરીકે જાહેરાત કરાઈ છે. અમિત ચાવડા નેતા વિપક્ષ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા બની રહેશે. રાજ્ય વિધાનસભામાં પહેલીવાર નેતા વિપક્ષ કોઈ નહીં હોય. નિયમ મુજબ, કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યનું સંખ્યાબળ હોય તો વિપક્ષ નેતાનું પદ મળે છે.

કોંગ્રેસ પાસે હાલમાં 17 ધારાસભ્યનું સંખ્યાબળ છે, જે પૂરતા સંખ્યાબળથી બે ધારાસભ્ય ઓછા છે. 10 ટકા ધારાસભ્ય ન હોય તો નિયમ મુજબ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ ન મળે તેમ ભાજપના નેતાનું કહેવું છે. તેમના કહેવા મુજબ નેતા વિપક્ષનું પદ આપવું કે નહીં તે વિધાનસભાના અધ્યક્ષનો અબાધિત અધિકાર છે. કોંગ્રેસના નેતાને વિપક્ષનું પદ ન મળે તે માટે વટહુકમ લાવવામાં આવી શકે છે. હાલ વિપક્ષ નેતાના બંગલાની ફાળવણી સરકારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને ફાળવી દીધો છે.

(12:44 am IST)