Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બોપલના વેપારીને રૂપિયા ઉઘરાણી માટે 7 માથાભારે શખ્સોએ પેન્ટ ઉતારી શરીરે કરંટ આપ્યા : વિડિઓ ઉતાર્યો

વેપારીના મિત્રને મારમારી તેના પાસેથી 2.51 લાખ પડાવી લીધા : બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમદાવાદ : બોપલના વેપારીએ લીધેલા પૈસા પરત ન આપતા 7 માથાભારે શખ્સોએ ભેગા મળી વેપારીને 15 ફેબ્રુઆરીએ રાત્રે માર માર્યો હતો. વેપારીનું પેન્ટ કાઢી લઈ વીડિયો ઉતર્યો હતો. વેપારીને એટલી હદે મારમાર્યો હતો કે તે બેહોશ થઈ ગયો હતો. વેપારીના મિત્રને મારમારી તેના પાસેથી 2.51 લાખ પડાવી લીધા હતા. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

સાબરમતી વિસ્તારમાં આવેલા શુભદા એપાર્ટમેન્ટમાં સૌરભ મોહન ગુપ્તા રહે છે અને ડ્રાઇવિંગ રોડ ખાતે મોબાઈલની દુકાન ધરાવે છે. ગત 15 ફેબ્રુઆરીની રાત્રે સૌરભનાં મિત્ર નરેન્દ્ર ગુપ્તાની બોપલ ખાતેની દુકાને ફોર્ચ્યુનાર કારમાં ગયા હતા. નરેન્દ્રની દુકાનમાં ચિરાગ અને હૈદર બેઠા હતા. આ સમયે બનેં એ કહ્યું કે, દુકાન પર અમારો કબજો છે અમે આપેલા એક લાખ નેવું હજાર આપી દે ત્યારબાદ દુકાનનો કબજો આપવામાં આવશે. નરેન્દ્રએ થોડા સમયમાં રૂપિયા આપવાની વાત કરી હતી. આ સમયે ચિરાગ અને હૈદર લાકડી તથા પંચ લઇ નરેન્દ્ર પર હુમલો કર્યો હતો. આ સમયે આશિષ, અક્ષય, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકિત ગોધાવી પણ ત્યાં આવી ગયા હતા.

નરેન્દ્રને ઢસડીને દુકાનની અંદર લઈ ગયા હતા પેન્ટ ઉતારી લીધું હતું બાદમાં આશિષ અને રઘુએ વીડિયો ઉતારી લીધો હતો બાદમાં બંને ભેગા થઈ નરેન્દ્ર અને શરીરના અલગ અલગ ભાગે કરન્ટ આપ્યો હતો. બાદમાં સૌરભને જબરજસ્તિથી કારમાં બેસાડી 2.51 લાખનો હવાલો બીજા હોટેલના માલિક પાસેથી પડાવ્યો હતો. બાદમાં સૌરભને પાછો નરેન્દ્રની દુકાને ઉતારી દીધો હતો. જ્યાં નરેન્દ્ર બેભાન હાલતમાં પાડયો હતો. જતા જતા માથાભારે શખ્સોએ ધમકી આપી હતી કે દુકાન ખોલશે તો જાનથી મારી નાખીશું.આ અંગે પોલીસને જાણ કરતા બોપલ પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:38 pm IST)