Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હવે મોટેરામાં પૈસા ખર્ચીને જ IAS, IPS અધિકારીઓ મેચ જોઈ શકશે ! : કોમપ્લીમેન્ટ્રી ટિકિટ મળતી નથી

ઉપર લેવલે વાત કરવાનું કહી નીચેનો સ્ટાફ ખો આપી દે છે:અધિકારીઓ ફસાયા: અગત્યના લોકો અને રાજકારણીઓને કેવી રીતે સાચવવા ?

અમદાવાદના નવ નિર્માણ પામેલા મોટેરા સ્ટેડિયમમાં પહેલી વાર ક્રિકેટ મેચ રમાવવાની તૈયારીઓ હાથ ધરાઇ છે પણ IAS અને IPS અધિકારીઓ દુવિધામાં મુકાઈ ગયા છે. સ્વભાવિક છે કે, રાજકારણીઓ અને ઓળખીતા સાચવવા માટે કોમપ્લીમેન્ટ્રી ટિકિટ મળતી નથી. GCCમાં પોલીસ ટિકિટ લેવા જાય તો ઉપર લેવલે વાત કરવાનું કહી નીચેનો સ્ટાફ ખો આપી દે છે. હવે જીસીએનાં ઉપર લેવલે વાત કરવાની હિમ્મત તો IAS કે પછી IPS અધિકારીઓમાં છે. તેથી પોલીસ હવે ખીસાના પૈસા ખર્ચી ઓનલાઈન ટિકિટ બુક કરાવી અગત્યના લોકોને સાચવવાનું નક્કી કર્યું છે

સાબરમતી વિસ્તારમાં આવેલા મોટેરા સ્ટેડિયમમાં આગામી 24 મી ફેબ્રુઆરીથી ઇન્ડિયા ઇંગ્લેન્ડની પિંક બોલ સાથે ડે-નાઈટ મેચ યોજાવાની છે. જેમાં બે ટેસ્ટ મેચ અને T- 20 મેચ યોજાવાની છે. પોલીસ કડક સુરક્ષા વ્યવસ્થાની તૈયારી હાથ ધરી છે. પોલીસ બંદોબસ્ત આપવાની છે પરંતુ દર વખતની જેમ વખતે પોલીસ અને સરકારી બાબુઓને ટિકિટ મળવાની શક્યતા રૂંધાઇ ગઈ છે.

સ્વભાવિક છે કે, રાજકારણીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ઓળખીતાને પોલીસ અધિકારીઓ દર વખતે આવા કાર્યક્રમમાં સાચવતા હોય છે પરંતુ વખતે પોલીસ મુઝવણમાં મુકાઈ છે. જીસીએમા સ્થાનિક પોલીસથી લઇ ઉચ્ચ અધિકારીઓનાં માણસો ટિકિટ માટે ધક્કા ખાઈ રહ્યા છે. ટિકિટ લેવા જતા સરકારી બાબુઓને ફક્ત એક જવાબ મળે છે કે, જીસીએનાં ઉચ્ચ લેવલે વાત કરો, હવે બે મોટા કદના નેતાનાં પુત્રો જગ્યા પર હોવાથી IAS- IPS અધિકારીઓ ડરી રહ્યા છે. હવે અધિકારીઓ અંદર અંદર ગણગણાટ કરી નક્કી કરી રહ્યા છે કે, આપડે ઓનલાઇન ટિકિટ બુક કરાવી આપડે સાચવવા જેવા લોકોને સાચવી લઈશું

અમદાવાદ બહાર નોકરી કરતા ઉચ્ચ અધિકારીઓ પોતાના અમદાવાદ ખાતે ફરજ બજાવતા મિત્ર અધિકારીઓ પાસે મેચની ટિકિટ માંગી રહ્યા છે હવે અધિકારીઓને ટિકિટ નથી મળી રહી તો અન્ય મિત્રોને કેવી રીતે મદદ કરે તેથી તેમની સ્થિતિ કફોડી બની છે. ઉચ્ચ અધિકારીના કહેવાથી એક અધિકારીએ અલગ અલગ પ્રકારની ટિકિટ ખરીદી લેવાની તૈયારી કરી લીધી છે અને તેમને ટિકિટ ખરીદી મહત્વના લોકોને મોકલી આપવાની તૈયારી કરી લીધી છે

 

(12:44 am IST)