Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ગુજરાતમાં ઘઉં પુષ્કળ પાકશેઃ ગુજરાતમાં કુલ ૧૩,૬૬,ર૩૩ હેકટરમાં વાવેતરઃ માર્ચના પ્રારંભે બજારમાં

રાજકોટ તા. ૧૮: ગુજરાતમાં ગયા ચોમાસાના સારા વરસાદના કારણે શિયાળુ પાકનું પુષ્કળ વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે પણ ઘઉં-ચણાનું સારૃં ઉત્પાદન થશે. ઘઉં માર્ચના પ્રારંભથી બજારમાં આવવા લાગશે.

રાજયમાં આ વર્ષે ૧૩,૬૬,ર૩૩ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું છે. રાજયમાં છેલ્લા ૩ વર્ષની સરખામણીએ નોર્મલ વાવેતર વિસ્તાર ૧૦,૮૬,૩૧પ હેકટર છે. સૌરાષ્ટ્રમાં ઘઉં અને ચણા મુખ્ય શિયાળુ પાક છે. દર વર્ષે માર્ચ-એપ્રિલ ઘઉંની મોસમ ગણાય છે. આ વર્ષે પખવાડિયા પછી ઘઉંથી માર્કેટયાર્ડો ઉભરાવા લાગે તેવા સંજોગો છે. હાલ ઘઉંના ભાવ મણના રૂ. ૩પ૦ થી પ૦૦ સુધીના ગણાય છે.

આ વર્ષે દેશમાં પણ ઘઉંના વિક્રમસર્જક ઉત્પાદનનો અંદાજે છે. આઇ.આઇ.ડબલ્યુ. બી.આર. સંસ્થાના તારણ મુજબ ભારતમાં આ વર્ષે ૧૧.પ કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થઇ શકે છે. કૃષિ વૈજ્ઞાનિક ડો. જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહે ઘઉં ઉત્પાદન માટે કુદરતી વાતાવરણ ખુબ અનુકુળ હોવાનું જણાવ્યું છે.

(12:45 pm IST)