Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

માત્ર ૩II કલાકમાં સુરતના ગરીબ પરિવારના માસૂમ પુત્રનો પતો મેળવી લીધો

મૂળ રાજકોટના વતની એવા એડી.પોલીસ કમિશ્નર એચ.આર.મુલિયાણા અને એસીપી જય કુમાર પંડયાનો સિંહ ફાળો : કમિશ્નર અજય કુમાર તોમર પોલીસની અભૂતપૂર્વ કામગીરી પર આફ્રિન : છ માસમાં સાતમી સફળતા : રોકડ ઈનામથી નવાજયા

રાજકોટ. તા.  ૧૮ :  ચૂંટણી બંદોબસ્તમાં ગળા ડૂબ સુરત પોલીસ તંત્રને એક ગરીબ માણસ તરફથી પોતાના એકના એક પુત્રનું અપહરણ થયાની શંકા સાથે ગૂમ થયાની ફરિયાદ આપ્યાના ફકત ૩ કલાકમાં પતો મેળવી છ માસમાં આવા સામાન્ય પરિવારના ૭ મા બાળકનો પતો લગાડી લોકોની વાહવાહી મેળવી છે. 

આ ઘટનાની વિશેષતા એ છે કે અગાઉના ત્રણ કિસ્સા માફક મૂળ રાજકોટના વતની એવા એડી.પોલીસ અધિકારી એચ આર.મુલિયાણા અને એસીપી જય કુમાર પંડિયાનો સિહ ફાળો  રહયો છે.                               

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી એક ગરીબ પરિવારનો બાળક ગુમ થયાની ફરિયાદ બપોરે ૩ વાગે થતાં જ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે તુરત તમામ કામ બાજુ પર રાખી આ કાર્યમાં લાગી જવા સૂચના આપી.                           

એડી.પોલીસ કમિશનર એચ.આર.મુલિયાણાના માર્ગ દર્શનમાં ૫ ટીમ બનાવવામાં આવી. જેમાં એક ટીમ સીસીટીવી ચકાસણી  જ્યારે બીજી ટીમ વિવિધ મકાનોના તથા ધાબાઓના સર્ચ માટે જયારે ત્રીજી ટીમ આસપાસ વિસ્તારોમાં ફરી બાળકનો ફોટા બતાવવા કામે લાગી.    

એ દરમ્યાન એક શખ્સે આ બાળકને જોયો હોવાની માહિતી આપી હતી.પોલીસ એ વિસ્તારના સીસીટીવી ચકાસતા બાળક એકલો જતો જોવા મળ્યો. આનો સીધો અર્થ એ નીકળ્યો કે બાળકનું અપહરણ નથી થયું. એથી પોલીસને નિરાંત થાય.                                           દરમ્યાન આગળ. ઝૂપડામાં તપાસ દરમ્યાન કેટલાક લોકો દ્વારા પોલીસ ને જણાવ્યું કે બાળક ભૂલો પડી અહી આવતા તેમને ઝૂપડામાં સલમાત રાખવામાં આવ્યો છે. આથી પોલીસ તુરત તેનો કબજો મેળવી બાળકને રમવા માટે રમકડાં વિગેરે વસ્તુ આપી.                              

 દરમ્યાન તુરત પોલીસ કમિશનર ને જન થતાં તેવો પણ હર્ષ પામ્યા.આવી અભૂતપૂર્વ કામગીરી બદલ ખુશી વ્યકત કરવા સથળ પર જાતે દોડી આવેલ.સાથો સાથ આવી કામગીરી બદલ ટીમ તથા સેનાપતિઓ સમા એડી.સીપી.શ્રી.મુલિયાના ...ડીસીપી વિધિ ચોધરી તથા એસીપી જય કુમાર પંડ્યા ટીમ ને રોકડ ઇનામ આપી.અને પ્રશંસા પત્ર આપેલ.

(3:58 pm IST)