Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અમદાવાદના થલતેજમાં સાસુએ ગર્ભવાત કરાવવાનું કહેતા પત્નીએ પતિને માર મારતા ચકચાર

અમદાવાદ: શહેરના થલેજમાં રહેતી ગર્ભવતી પત્નીએ તારી માતા આપણા બાળકનું એબોર્શન કરાવવાનું કહે છે, એમ કહેતા પતિએ આવું જુઠ્ઠુ ન બોલ મારી માતા આવું કહે જ નહી એમ કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિને ફેટો વડે માર માર્યો હતો અને બિભત્સ ગાળો બોલી હતી.તે સિવાય પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

થલતેજમાં જય અંબેનગર સોસાયટીમાં રહેતા વિરલભાઈ એ.પટેલ (28)ના લગ્ન 2020માં શકંતલા સાથે થયા હતા. બે મહિનાથી શકંતલાબહેન પ્રેગ્નન્ટ હોવાથી તેના અમરાઈવાડીમાં અશ્વમેઘ સોસાયટીમાં રહેતા માતા પિતાના ઘરે રહેવા ગયા છે. 8 ફેબ્રુઆરીના રોજ વિરલભાઈ તેમની પત્ની શકંતલા સાથે ઘરે હાજર હતા ત્યારે શકુંતલાએ કહ્યું હતું કે તારી મમ્મી મને આપમા બાળકનું એબોર્શન કરાવવાનું કહે છે. આથી વિરલભાઈએ આવું જુઠ્ઠુ ન બોલ મારી મમ્મી આવું બોલે જ નહી મારી મમ્મીને આપણું બાળક ન રાખવું હોય તો તને આટલી દેખરેખ સાથે ન રાખે, એમ કહ્યું હતું. આથી ઉસ્કેરાયેલા શકુંતલાબહેને વિરલભાઈને બિભત્સ ગાળો બોલીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

(5:06 pm IST)