Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં હોસ્પિટલ સામે આવેલ ચાલીમાં મધરાત્રે યુવકે ઘરમાં ઘુસી વિધવા સાથે શારીરિક અડપલાં કરતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે, શાહીબાગ વિસ્તારમો સિવિલ હોસ્પિટલ સામે આવેલી ચાલીમાં મધરાતે યુવકે ઘરમાં ઘૂસીને વિધવા સાથે શારીરિક અડપલા કર્યા હતા, જો કે મહિલાએ બુમાબુમ કરતા વિકૃત માનસિકતા ધરાવતો યુવક ભાગી ગયો હતો. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છેે.

આ કેસની વિગત એવી છે કે સિવિલ કેન્સર  હોસ્પિટલ  આવેલી ચાલીમાં રહેતી વિધવા મહિલા તેના દિકરા અને દિકરી તથા સાસુ સાથે રહે છે અને મજુરી કરીને ધરનું ગુજરાન ચલાવી રહી છે. ગઇકાલે રાતે ૩ વાગે પડોશમાં રહેતો યુવક મહિલાના ઘરના દરવાજાની સ્ટોપર ખોલીને ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા ઘોર નિદામાં હતી દરમિયાન વિકૃત મ ાનસિક ધરાવતો યુવક પલંગમાં સૂતેલી મહિલા પાસે જઇને ચુંબન કર્યા બાદ શારીરિક છેડછાડ કરવા લાગ્યા હતા.

જો કે મહિલા જાગી જતાં તેણીએ બુમાબુમ કરતાં સાસુ તથા સંતાનો જાગી ગયા હતા હોબાળો મચતાં આરોપી નાસી પડોશીઓ પણ દોડી આવ્યા હતા આ સમયે યુવક નાસી ગયો હતો. આ ઘટના અંગે શાહીબાગ પોલીસે આરોપી સામે છેડતીનો ગુનો  નોધીને તેની ધરપકડ કરવા ની કાર્યવાહી હાથ ધરી છે.

(5:07 pm IST)