Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

હિટ એન્ડ રન:અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે જુદા જુદા અકસ્માતના બનાવોમાં પિતાની નજર સમક્ષ પુત્રનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ:પૂર્વમાં સ્પિડમાં વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે, અકસ્માતના બે બનાવોમાં શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ પર ટેમ્પો ચાલકે રિવર્સ લેતા ચાર વર્ષના બાળકનું ટાયર નીચે કચડાતાં મોત નીપજ્યું હતુંં, જ્યારે દાણીલીમડા સર્કલ પાસે કારની ટક્કરથી પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસ માતાના બેસાણામાં જઇને મહિલા આવતી હતી ત્યારે આ ઘટના બની હતી, પોલીસે ગુનો નોધી કાર ચાલકની ધરપકડ કરી હતી, પૂછપરછમાં યુવક ડ્રાઇવિંગ લાઇસન્સ વગર કાર ચલાવતો હોવાનું બહાર આવ્યું છે.

આ કેસની વિગત એવી છે કે શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ પર હનુમાન પુરા પાસે દધીચી એપાર્ટમેન્ટ સામે  ફૂટપાથ પર છાપરામાં રહેતા અને લુહારી કામ કરતા સોમાલાલ પ્રભુલાલ લુહારના ચાર વર્ષનો પુત્ર તા. ૧૫ના રોજ સવારે ૯ વાગે ઘરની સામે શૌચાલયમાં પેશાબ કરીને પરત આવતો હતો આ સમયે ટેમ્પો ચાલકે રિવર્સ કરતી વખતે બાળકને ટકકર મારી હતી જેથી બાળક ટાયર નીચે આવી જતાં માથા તથા કમર અને સાથળના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી, બેભાન હાલતમાં બાળકને સારવાર માટે સિવિલ  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.  અકસ્માત કરીને ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો, આ બનાવ અંગે ેટ્રાફિક એલ ડિવિઝન પોલીસ ગુ નો  નોેધી સીસીટીવી ફૂટેજ આધારે વાહાન ચાલકની શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

(5:07 pm IST)