Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વડોદરામાં પરિણીત હોવાની માહિતી છુપાવી યુવતીને ફસાવી લગ્ન કરી બે લાખ રોકડ સહીત દાગીના પચાવી પાડી છેતરપિંડી આચરનાર નરાધમ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેર ની એમ.એસ.યુનિવર્સિટીમાં બી.એડ સુધીનો અભ્યાસ કરેલી યુવતીને પટાવી-ફોસલાવી પોતે પરિણીત હોવાનું છુપાવી લગ્ન કરી યુવતી પાસેથી રોકડા રૂપિયા બે લાખ અને સોના ચાંદીના દાગીના પરત નહીં આપી છેતરપિંડી આચરવા મામલે પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદના આધારે પોલીસે સ્ત્રી અત્યાચાર, છેતરપિંડી, મારામારી, ધાક-ધમકી સહિતની કલમો હેઠળ પતિ અને સાસુ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસુત્રોના જણાવ્યાનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી  સોસાયટીમાં રહેતી અને બી એડ સુધીનો અભ્યાસ કરેલી 37 વર્ષીય મહિલા હાલ ડે કેર (બાળકની સાચવણી) તરીકે કામ કરે છે. વર્ષ 2015થી તેઓ એકલા રહે છે. મહિલાને વર્ષ 1997માં પોતાની શાળામાં ભણતા હીતેશ લુહાર (રહે પુષ્પ ફ્લેટ, મકરપુરા, વડોદરા) સાથે પરિચય થયો હતો. 

(5:07 pm IST)