Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વડોદરામાં માતાને પાડોશી યુવાને લાફા મારતા બે પુત્રોએ સાથી મિત્રોની મદદથી યુવક પર જીવલેણ હુમલો કરતા ગુનો દાખલ

વડોદરા: શહેરમાં બે સંતાનની માતા સાથે લગ્ન કરનાર યુવકે તેના ઘર પાસે રહેતી એક મહિલાને બે લાફા મારી દેતા રોષે ભરાયેલા મહિલાના બે પુત્રો સહિત ચાર વ્યક્તિઓએ યુવકની હત્યા કરવાના બનાવમાં પોલીસે મોડી રાત્રે બે ભાઇઓ સહિત ત્રણની અટકાયત કરી હતી જ્યારે અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે જામ્બુઆ નુર્મ આવાસ યોજનાના મકાનોમાં રહેતા તેમજ રિક્ષા ચલાવતા મનોજ વાલજીભાઇ પરમારે બે સંતાનોની માતા સાથે લગ્ન કર્યા હતાં. આ અંગે મનોજના ઘરની નજીક રહેતા ગણેશ રયજી પરમારની માતાએ બે દિવસ પહેલા મનોજને તને કોઇ ના મળ્યું બે છોકરાની માતા સાથે લગ્ન કર્યું તેમ કહેતા મનોજે ગણેશની માતા સાથે ઝઘડો કરી બે લાફા મારી દીધા હતાં. બાદમાં ઘેર ગયેલી ગણેશની માતાએ મનોજે લાફા માર્યા તે અંગે બંને સંતાનોને વાત કરી હતી.

ઇજાગ્રસ્ત મનોજને સયાજી હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મકરપુરા પોલીસે  હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરી ફરાર થઇ ગયેલા બંને ભાઇઓ ગણેશ અને સંજય તેમજ તેના સાગરીત ઋત્વીક શાંતિલાલ પરમારને અટકાયત કરી હતી. હુમલાખોર એક સાગરીત ફરાર થઇ જતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(5:08 pm IST)