Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મોડાસા-માલપુર હાઇવે નજીક પુરપાટ ઝડપે જતી કરે બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત

મોડાસા:મોડાસા-માલપુર માર્ગ ના ગોરીટીંબા પાટીયા નજીક પુરઝડપે હંકારાતી કારના ચાલકે માર્ગ પર થી પસાર થતાં બાઈક ચાલકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ પરપ્રાંતીય બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.મોડાસા રૂરલ પોલીસે આ જીવલેણ અકસ્માતે  એસેન્ટ કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જયારે જિલ્લામાંથી પસાર થતા માર્ગો ઉપર બેફામ પણે હંકારાતા વાહનોના ચાલકો સામે સ્પીડગન થી તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી હતી.

રાજસ્થાનના સીમલવાડા તાલુકાના ગેલન ગામના કાંતીલાલ કોદરજી નનોમા ઉ.વ.૪૮ મંગળવાર ના રોજ પોતાની બાઈક નં.આર.જે.૧૨.એસ.વાય ૧૭૦૫ લઈ પસાર થઈ રહયા હતા.ત્યારે માલપુર તરફ થી પુરઝડપે હંકારાઈ રહેલ એસેન્ટ કારના ચાલકે આ બાઈક ચાલકને અડફેટે લઈ અકસ્માત માં ગંભીર રીતે ઘવાયેલ ૪૮ વર્ષિય બાઈક ચાલક કાંતીલાલ નનોમા નું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

(5:13 pm IST)