Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

દાહોદના વાતાવરણમાં પલટો : કમોસમી વરસાદ -ભરબપોરે કરા પડ્યા ગ્રામ્યમાં કમોસમી વરસાદ સાથે માવઠુ પડ્તા ખેડૂતોમાં ભારે ચિંતા

દાહોદના વાતાવરણમાં પલટો : કમોસમી વરસાદ -ભરબપોરે કરા પડ્યા ગ્રામ્યમાં કમોસમી વરસાદ સાથે માવઠુ પડ્તા ખેડૂતોમાં ભારે ચિંતા

દાહોદમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ભર બપોરે દાહોદના કતવારા ગામમાં કરા પડ્યા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામા આવી છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પલટો આવશે અને વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદ પડશે. ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. જેને કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 18 અને 19 ફેબ્રુઆરીના તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. જેથી આજે બપોરમાં દહોદ અને અન્ય કેટલાક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગ્રામ્યમાં કમોસમી વરસાદ સાથે માવઠુ પડ્તા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 18થી 21માં અરબી સમુદ્ર તરફથી ભેજ વાળા વાદળો ગુજરાત ના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શકયતા છે. વધુ ભેજ વાળા વાદળો હશે તો ડાંગ, વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે.

(7:01 pm IST)