Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મોટેરા સ્ટેડિયમમાં મેચ નિહાળવા ક્રિકેટ રસિકો આતુર:કાલથી ટિકિટ બુકીંગ શરૂ

બોક્સ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે

અમદાવાદ:છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આવતીકાલે એટલે કે ૧૯ ફેબ્રુઆરીથી બંને ટીમો આવનારી મેચ ને અનુલક્ષીને નેટ પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહી છે. આગામી 24 ફેબ્રુઆરી થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે. તો સાથે જ T-20 ક્રિકેટ મેચ માં ખેલ રસિકોને ઇંગ્લેન્ડ અને ભારતની ધૂંઆધાર બેટિંગ નો નજારો પણ જોવા મળશે. ક્રિકેટ ટીમો ની નેટ પ્રેક્ટિસ ને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા ખાસ સુરક્ષાના પ્રબંધ કરવામાં આવ્યા છે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન આગામી 20 તારીખથી ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોક્સ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેચાણ મોટા ભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જો ટિકિટનો સ્ટોક હશે તો 24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.

(9:19 pm IST)