Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વલસાડના અંબાચમાં ચાલતી ક્વૉરીના બ્લાસ્ટથી મકાનોને નુકશાન: પગલાં ભરવા ગ્રામજનોએ કરી કલેકટરને રજૂઆત

કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદશન કર્યું :સૂત્રોચ્ચાર કરી ક્વોરી બંધ કરવાની કરી માંગ દોહરાવી

વલસાડ ના અંબાચ ગામ માં અગાઉ અહીં ચાલતી ક્વોરી સામે વિરોધ ના સૂર ઉઠ્યા બાદ ફરી આ મુદ્દો સપાટી ઉપર આવ્યો છે અને ગ્રામજનો એ આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેકટર ને તાત્કાલિક પગલાં ભરી ગ્રામજનો ને ન્યાય અપાવવા માંગ કરી છે.

વિગતો મુજબ અંબાચ ગામ ના 100 થી વધુ લોકો એ આજરોજ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદશન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી ક્વોરી બંધ કરવાની કરી માંગ દોહરાવી હતી.

ગ્રામજનો નું કહેવું છે કે અહી આવેલી ક્વોરી માં અવારનવાર થઈ રહેલા બ્લાસ્ટિંગ ના કારણે 80 થી વધુ ઘરો માં નુકશાન થયું છે અને લોકો ના મકાનો તૂટી ગયા છે તેમજ ક્વોરી વધુ ઊંડાણ માં જતા ગામ ના પાણી પણ નીચે ઉતરી ગયા છે.

બીજી તરફ કોલક ખાતે નદી માં ચાલતી ક્વોરી ને લઈ કોઈ પગલાં ભરવામાં નહિ આવતા રાતા, અંબાચ ,અને સલવાવ ગામ ના લોકો એ ચૂંટણી નો કર્યો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે ત્યારે આગામી સમય માં આંદોલન ઉગ્ર બનવાની વાત વચ્ચે ગ્રામજનોએ વલસાડ કલેકટર ને રજૂઆત કરી ક્વોરી અહીંથી હટાવવા માટે માંગ કરતુ આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી

(9:25 pm IST)