Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજપીપળા સહિત જિલ્લામાં કોવિડ-૧૯ ના પાલન સાથે ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ : બાળકોની ઓછી હાજરી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કોરોના મહામારીના કારણે 16 માર્ચ 2020 થી સમગ્ર ગુજરાતમાં શાળાઓ બંધ હતી.શાળાઓમાં બાળકોની ઓછી હાજરી આજ દિન સુધી જોવા મળી રહી છે. ઘણા મહિનાઓ બાદ આજથી રાજપીપળા સહિત નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓ શરૂ થતાં શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઊઠી હતી.આપણે સૌ વાલીઓ બાળકોની માનસિક પરિસ્થિતિને સમજીને બાળકોને શાળા સાથે જોડીએ, સરકારની તમામ ગાઈડલાઈન ના પાલન સાથે બાળકોને શિક્ષણમય બનાવી ફરી એકવાર બાળકો ને શાળામાં મોકલીએ તેમજ બાળકોની માનસિકતા અને શિક્ષણની જાગૃતિ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરી શિક્ષણ ની સાથે સાથે આરોગ્યની સાચવણી બાબતોને આવરીને આપણે સાચા અર્થમાં બાળકોના આરોગ્ય અને શિક્ષણ બાબતે પ્રયત્નો કરવા જોઈએ.

(10:19 pm IST)