Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ લાંચ લેતા ઝડપાયા : ફોર્મ માન્ય રાખવા ત્રણ લાખ માંગ્યા હતા

એક લાખ મહિલાએ અગાઉ આપી દીધા હતા અને એક લાખ લેતા સમયે તે એસીબીના હાથે ઝડપાઇ ગયા

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે મહેસાણાના જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ લાંચ લેતા પકડાયા છે. ફોર્મ માન્ય રાખવા 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફોર્મમાં ખૂટતી વિગત છતા ફોર્મ માન્ય રાખવા લાંચ માંગવામાં આવી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારીએ સવાલા બેઠકના મહિલા ઉમેદવાર પાસે 3 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. એક લાખ રૂપિયા મહિલાએ અગાઉ આપી દીધા હતા અને એક લાખ રૂપિયા લેતા સમયે તે એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. લાંચ પ્રકરણમાં અન્ય એક અધિકારીની પણ સંડોવણી હોવાની શક્યતા જોવા મળી રહી છે. ગાંધીનગર એસીબી દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે જેમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે

   અત્રે ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરીએ રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે જ્યારે 23 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે અને 2 માર્ચે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.

(11:02 pm IST)