Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

રાજપીપળા શહેરમાં બે ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા પરંતુ ઓક્સીજનની તંગીમાં તબીબો મુંજાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઇ જિલ્લા વહીવટીતંત્રએ દર્દીઓના હિતમાં રાજપીપળાની બે ખાનગી હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકેની માન્યતા આપી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોરોનાના પ્રથમ રાઉન્ડમાં એટલે  કે ગયા માર્ચ મહિનામાં રાજપીપળામાં વડીયા પેલેસ  કમ્પાઉન્ડમાં 100 પથારીની કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી પણ હાલમાં કોરોનાના કેસ વધતા વધુ બેડની જરૂર પડતા તકલીફ ઊભી થઈ બીજી બાજુ સરકાર પાસે નર્મદા જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને કોવીડ  હોસ્પિટલ વચ્ચે માત્ર એકજ એમ ડી ફીજીશ્યન ડોક્ટર છે જેથી ખાનગી હોસ્પિટલ જ્યાં એમ ડી ફીજીશ્યન છે તેવી બે હોસ્પિટલ ને 20-20 પથારી ની કોવીડ હોસ્પિટલ તરીકે માન્યતા આપી પરંતુ અંગત સૂત્રો ના જણાવ્યા મુજબ આ બંને હોસ્પિટલ ને ઓક્સિજન ની તંગી વર્તાય છે ત્યારે સરકારે દર્દીઓ ના હિત માં ઓક્સિજન સહીત તંત્ર તરફ થી જે ઇન્ફ્રાસ્ટ્રક્ટર આપવા યોગ્ય હોય તે સત્વરે પુરી પાડવી જોઈએ તેવી લોક લાગણી છે

(11:06 pm IST)