Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવડી કેનાલ પાસે મુકેલી મોટરસાયકલ ની ચોરી થતાં રાજપીપળા પોલીસે ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક આવેલા વાવડી ગામની કેનાલ પાસેથી બાઇકની ચોરી થઈ હોવાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મંગુભાઇ ગોવિંદભાઇ બારીયા (રહે- કોયારી તા.તિલકવાડા )એ આપેલી ફરિયાદ મુજબ તેમની મોટર સાયકલ નંબર GJ. 15.AH.3504 ની કિ.રૂ .૧૫,૦૦૦ ની તા.12 મેં ના રોજ બપોરના 1.30 વાગ્યાના અરસા વાવડી કેનાલ પાસે આર.કે. કંટ્રશન પાસે મુકી કટ્રકશન કામ માટે ગયેલ તે વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોય રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:53 pm IST)