Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પ્રતાપપરા ગામમાં આંકડાનો ધંધો ચલાવતા 2 શખ્સોને પોલીસે રોકડ સાથે ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના પ્રતાપપરા ગામમાં જુગાર -આંકડા નો વેપલો કરતા બે વ્યક્તિઓને આમલેથા પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પોલીસે બાતમીના આધારે રવિવારે બપોરે પ્રતાપપરા ગામમાં રેડ કરતા  અશોકભાઇ કોયજીભાઇ વસાવા (રહે.પ્રતાપપરા તા.નાંદોદ )એ પોતાના ધરના આગળના ભાગે ઓટલા ઉપર આંકડા જુગાર રમાડી જુગારના સાહીત્ય સાથે તેમજ રોકડ રૂપિયા ૫૦૫ના મુદામાલ સાથે ઝડપી પડ્યા હતા જ્યારે આંકડાઓનું વલણ ગૌરવભાઈ લક્ષ્મણભાઇ વસાવા રહે.પ્રતાપપરા ને આપી ગુનો કરતા પોલીસે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:55 pm IST)