Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ૬ કલાક માં ૬ ઇંચ ભારે વરસાદ : જળંબાકાર.....

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી : તોકતે વાવાઝોડા ની અસર ને પગલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આજે બપોરે ૪ વાગ્યા થી રાત્રિ નાં ૧૦ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લાં ૬ કલાક માં ૬ ઇંચ ભારે વરસાદ નોંધાયેલ છે. ભારે વરસાદ ને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકાર થયેલ છે.

(1:51 am IST)
  • સિંગાપોરના હાઈ કમિશને CM કેજરીવાલના નિવેદનનો રદિયો આપતા જણાવ્યું છે કે સિંગાપોરમાં નવો કોવિડ વેરિયન્ટ છે કે નહીં તે નિવેદનમાં કોઈ સત્યતા નથી. ફિલોજેનેટિક પરીક્ષણે બતાવ્યું છે કે સિંગાપોરમાં તાજેતરના સપ્તાહમાં બાળકો સહિત ઘણા કોવિડ કેસોમાં B.1.617.2 વેરિએન્ટ જ દેખાયો છે જે ભારતમાં હાલ પ્રવર્તમાન સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. access_time 12:24 am IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST

  • ‘તૌકતે’ વાવાઝોડાઍ ગુજરાતમાં ૪૦ હજાર વૃક્ષો અને ૧૬૫૦૦ કાચા - પાકા મકાનોનો ભૂક્કો બોલાવી દીધો : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ કરેલી જાહેરાત (ઈન્ડિયા ટીવીનો અહેવાલ) access_time 12:47 pm IST