Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

પરોપકાર, લોકહિત અને સારા વિચારથી જ સારૃં જીવન સંભવઃ આરીફ મોહમ્મદખાન

કુંડળધામ આયોજિત ઓનલાઇન સમારોહમાં કેરળના રાજયપાલનું ઉદ્દબોધન

સ્વામિનારાયણ મંદિર કુંડળધામ અને કારેલીબાગ વડોદરા આયોજીત કોવિડ પેશન્ટ સહાનુભુતી સમારોહ (વર્ચયુલ) ની તસ્વીર.

રાજકોટ તા. ૧૮: શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલી બાગ વડોદરા અને કુંડળધામ (બોટાદ) દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વર્ચયુલ કોવિડ પેશન્ટ સહાનુભૂતી સમારોહ યોજાયેલ જેમાં ૧પ હજારથી વધુ લોકો જોડાયા હતા. કેરળના રાજયપાલ શ્રી આરીફ મોહમ્મદખાને ઓનલાઇન સંબોધનમાં પરોપકાર લોકહિત અને સારા વિચારથી જ સારૃં જીવન શકય હોવાનું જણાવ્યું હતું, શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ કહ્યું કે વર્તમાન કાળ ડરવા માટે નહિ પણ કંઇક સારૃં કરવા માટે છે. કપરો કાળ પ્રભુ કૃપા અને એકબીજાના સહકારથી પસાર થઇ જશે. સ્વામિનારાયણ સંપ્રદાયની ૪પ ઉપરાંત સંસ્થાઓ દ્વારા કોરોનાના દર્દીઓલક્ષી સેવા થઇ રહી છે.

કેરલ રાજયના રાજયપાલશ્રી આરીફ મોહમ્મદ ખાને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી સેવાને ખૂબ બિરદાવી અને કહ્યું કે આ સેવા એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને ભારતની સાચી પરંપરા અને ધર્મ છે. એમણે ઉપનિષદનું રહસ્ય ટાંકતા કહ્યું કે સારૃં જીવન પરોપકાર, લોકહિત અને સારા વિચારથી જ સંભવ છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું લક્ષ્ય હોવું જોઇએ અને આ સાધના કરતા એ સત્યનું જ્ઞાન થાય છે કે મારા અંદરના પરમાત્મા સર્વેના હૃદયમાં વાસ કરે છે. એમણે વિશેષમાં કહ્યું કે વેદવ્યાસજી દ્વારા સર્વે શાસ્ત્રોનો સાર પરોપકાર અને સેગવાને માનવામાં આવ્યા છે. જે આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે. પૂજય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી કોવિડ પેશન્ટસ સહાનુભૂતિ સમારોહ યોજાયો તેની ખુબજ સરાહના કરતા કહ્યું કે દીન દુઃખી લોકોના આંસુ લુછતા આ સંતોના કાર્યને વર્ણવવા મારી પાસે શબ્દો નથી.

(12:08 pm IST)