Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે : વાવાઝોડુ સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે

ઉત્તર પૂર્વ-રાજસ્થાન તરફ ફંટાશે વાવાઝોડુ :અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના :અમદાવાદમાં પવવની ગતિ 45થી 50 કિમીની ઝડપે રહેશે

અમદાવાદ : અરબી સમુદ્રમાં સર્જાયેલું તાવ તે વાવાઝોડું ગઈકાલે રાત્રે આઠ વાગ્યાની આસપાસ ગુજરાત ના કાંઠે ત્રાટક્યું હતું. જે બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. રાજ્યના અનેકો જિલ્લામાં વાવાઝોડાનાં કારણે રસ્તાઓ પર ઝાડ પડેલા જોવા મળ્યા હતા.

આપને જણાવી દઇએ કે, તાઉતે વાવાઝોડાનાં કારણે રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત માટે રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં તાઉતે વાવાઝોડું નબળું પડી જવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આ અંગે જાણકારી આપી છે. વધુમાં તેમણે કહ્યુ કે, વાવાઝોડું આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.

(1:20 pm IST)