Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડાની અમદાવાદમાં એન્ટ્રી : 70 કી,મી,ની ઝડપે પવન ફુંકાયો : ભારે વરસાદને કારણેઅનેક વૃક્ષો ધરાશયી

જુના મકાનોની ગલેરી તુટવાના કિસ્સાઓ: હાટકેસવર સર્કલ બેટમાં ફેરવાયું :ટેસ્ટિંગ ડોમ હવામાં ફંગોળાયા : ખોખરા વસાહતોમાં પાણી ફરી વળ્યાં :

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરમાં 70 કિલોમીટરના ઝડપે પવન ફુંકાયા છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે. ભર દિવસે વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. વાવાઝોડાને કારણે પાલડી વિસ્તારમાં બે લોકો પર પતરા પડતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે.

તૌકતે વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના જિલ્લામાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદમાં એન્ટ્રી થવા જઈ રહી છે. તૌકતેની એન્ટ્રી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદ અને અતિભારે પવન ફુંકાઈ રહ્યો છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં મકાનની ગેલેરી ધરાશાઈ થઈ છે અને શહેરમાં અનેક જગ્યાઓ વૃક્ષો ધરાશાઈ થયા છે.

અમદવાદમાં તૌકતે વાવાઝોડાની એન્ટ્રી પહેલા જ વાતાવરણમાં બદલો જોવા મળી રહ્યો છે. શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે અને જુના મકાનોની ગલેરી તુટવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. વાવાઝોડાને લઈને ભારે વરસાદમા હાટકેસવર સર્કલ ભર ઉનાળામાં ચોમાસાના વરસાદ પહેલા જ બેટમા ફેરવાયું છે અને ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડની વસાહતોના માર્ગોમાં પાણી ફરી વળ્યા છે. સતત પડી રહેલા વરસાદને લઈ પુર્વ વિસ્તારની બગડતી સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. હાટકેસવર વિસ્તારમાં કોરોના ટેસ્ટિગ ડોમ હવામા ફંગોળાઈ ગયો હતો.

તૌકતે વાવાઝોડાને કારણે અમરેલીના રાજુલામાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા જેને કારણે મોટાભાગના રસ્તા બંધ થઇ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાને કારણે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પાલડી, આશ્રમ રોડ, વાસણા, જુહાપુરા, એસજી હાઇવે,પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદને કારણે ગરમીમાંથી રાહત મળી હતી.

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. રાજકોટના આટકોટ, જસદણ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.

અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તૌકતે વાવાઝોડાની અસર જોવા મળશે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કૃષ્ણપુર ગામની મીના બોટ વાવાઝોડાને કારણે ગાયબ થઇ ગઇ હતી. બોટ ગાયબ થવાના સમાચાર મળતા જ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 13 મેએ ધોલાઇ બંદરેથી આ બોટ 8 માછીમારો સાથે નીકળી હતી. જોકે, તે બાદ તેના કોઇ સમાચાર મળ્યા નહતા

(6:43 pm IST)