Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વલસાડ જિલ્લામાં કોરોના આંતક યથાવત :આજે ૭૭ નવા કેસો નોંધાયા : વધુ ૮ દર્દીઓના કરુણ મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : કુદરત જાણે નારાજ છે કે સજા આપે છે...એક બાજુ કોરોના કહેર આંતક મચાવી રહ્યો છે... ત્યા આ વાવાઝોડાનો કહેર... ભારે પવન અને વરસાદ....
  વલસાડ જિલ્લાના તાલુકા ઓ માં આજે એટલે કે ૧૮ મી મે નાં રોજ વલસાડ ૫૪, પારડી ૩, વાપી ૩, ઉમરગામ ૯, ધરમપુર ૬, અને કપરાડા ૨ મળી કુલ ૭૭ નવા કેસો સામે આવેલ છે
  નવા કેસ પ્રમાણ માં આજે ઘટયા પરંતુ મૃતાંક ઘટતો નથી, આજે વધુ ૮ દર્દી ઓ ના કરુણ અવસાન થયેલ છે, જોકે આજે ૯૯ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૦૧૩ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(7:44 pm IST)