Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ખેડૂતો પર આભ ફાટ્યું: વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસરએ ખેતીપાકને વ્યાપક નુકસાન કર્યુ

વહેલી સવાર થી જ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ તિથલ દરિયા કિનારે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી: ભારે પવન સાથે વરસાદ સર્વત્ર પાણી પાણી

વલસાડ : કોરોના આતંકને માથે તૌકતે વાવાઝોડા ની આફત વલસાડ તાલુકામાં તૌકતે વાવાઝોડાને લઈને અસર ગ્રસ્ત થયેલા વિસ્તારની વહેલી સવાર થી જ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે મુલાકાત લીધી હતી. ઘરોમાં થયેલા નુકશાન અને આંબાવાડીઓમાં થયેલા નુકસાનના વળતર માટે રાજ્ય સરકારને રજુઆત કરશે.ઉનાળુ પાકમાં કેરી અને ડાંગર સહિતના પાકોને થયેલી નુકસાની અંગે ખેતીવાડી વિભાગને સર્વે કરવા જણાવવામાં આવશે. વલસાડ. જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ હતું જિલ્લા કલેકટર સતત દોડતા રહ્યા હતા અને પરિસ્થિતિ નો તાગ લીધો હતો વલસાડ શહેર અને તાલુકામાં તૌકતે વાવાઝોડાની અસરને લઈને વલસાડ શહેર અને તાલુકામાં અંદાજે 30થી 35 ની ગતિએ વલસાડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પણ પડ્યો હતો. વલસાડ તાલુકામાં આવેલા દરિયા કિનારેના ગામોમાં થયેલી નુકસાની અંગે ધારાસભ્ય ભરત પટેલે સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વલસાડ તાલુકામાં મુખ્ય પાક કેરી અને ડાંગરને થયેલી નુકશાની અંગે રાજ્ય સરકારમાં રજુઆત કરીને વળતર અપાવવા પ્રયાસ કરવામાં આવશે. વલસાડ તાલુકાના કોસંબા, તિથલ, માગોળ ડુંગરી, મેહ, સુરવાડા, હિંગળાજ. દાંતી સહિતના કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્થાનિક લોકોને થયેલી નુકશાનીમાં સરકારમાં રજુઆત કરીને વળતર અપાવવાનો પ્રયાસ કરશે તેમ સ્થાનિક લોકોને ભરત પટેલે હૈયા ધરપત આપી હતી.ધારાસભ્ય મેદાન માં આવતા તેમની પ્રશંસા થઇ હતી

(8:02 pm IST)