Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮ તાલુકામાં વરસાદ થયો

સૌથી વધુ બગસરામાં ૮ ઇંચ વરસાદ ખાબક્યો : ગીર ગઢડામાં ૭ ઈંચ વરસાદ, જ્યારે વલસાડનાં ઉંમરગામમાં ૭.૬૪ ઇંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયાં

અમદાવાદ,તા.૧૮ : વાવાઝોડાએ આખા રાજ્યને ઘમરોળ્યું છે. ત્યારે દરિયાકિનારાનાં વિસ્તારોમાં ઘણી અસર જોવા મળી છે. વાવાઝોડાને કારણે સૌથી વધારે પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. ત્યારે હવે રાહતનાં સમાચાર પણ આવી રહ્યાં છે કે, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. પરંતુ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં પવન સાથે ઈંચ વરસાદ પડ્યો હતો. ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે ૪થી વચ્ચે નોંધાયો છે.

જ્યારે ગીર ગઢડામાં ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડનાં ઉંમરગામમાં .૬૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. સાથે ભારે પવનના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ અમરેલીના બગસરામાં ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, ઈંચ વરસાદ તો માત્ર વહેલી સવારે ૪થી વચ્ચે નોંધાયો છે. જ્યારે ગીર ગઢડામાં ઈંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રનાં એક હજાર ગામોમાં વીજપુરવઠો ઠપ્પ થયો હતો.૧૧૦ તાલુકામાં મિ.મીથી ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ ગુજરાત માટે ૨૪ કલાક ભારે છે. સાથે ૪૮ કલાક સાવચેતી રાખવાની રૂ છે.

વાવાઝાડો અંગે રાહતનાં સમાચાર સામે આવી રહ્યાં છે. વાવાઝોડું થોડા સમયમાં તોફાનમાં બદલાશે અને ત્યારબાદ ધીરે ધીરે નબળું પડશે. હવામાન ખાતાના અપડેટ પ્રમાણે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે.

સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. અહીં લાઈટો પણ ગઈ હતી. પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત ગુજરાતમાંથી પસાર થશે. હજી આવવતીકાલે સાંજ સુધી સાવચેતી રાખવાની રૂ છે.

(8:08 pm IST)