Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

વાવાઝોડાની અસરને પગલે રાજ્યના ૨૧૬ તાલુકાઓમાં વરસાદ :છેલ્લાં ૧૨ કલાક માં ઝરમર થી ૯ ઈંચ સુધીનો ભારે વરસાદ :નડિયાદમાં ૬ કલાક માં ૮ ઇંચ અતી ભારે વરસાદ..

જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : "તોકતે" વાવાઝોડા ની અસર ને પગલે આજે  રાજ્ય નાં ૨૧૬ તાલુકા ઓ માં હળવો થી ૯ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાયેલ છે.
    આજે સવારે ૬ વાગ્યા થી લઈ સાંજ નાં ૬ વાગ્યા સુધી માં એટલે કે છેલ્લી ૧૨ કલાક માં રાજ્ય માં નોંધાયેલ વરસાદ નાં મુખ્યત્વે આંકડા ને જોઈએ તો.....
   નડિયાદ ૨૧૬ મીમી, ભાવનગર ૧૬૧ મીમી, માતર ૧૪૭ મીમી, વાસો ૧૪૬ મીમી, તારાપુર અને પારડી ૧૪૩ મીમી, મહુધા ૧૩૧ મીમી, આણંદ અને ખેડા ૧૨૬....૧૨૬ મીમી, સુરત સીટી ૧૨૫ મીમી, ખંભાત ૧૨૩ મીમી, ઓલપાડ ૧૧૮ મીમી, સોજીત્રા અને મહેમદાવાદ ૧૧૦....૧૧૦ મીમી, વરસાદ નોંધાયેલ છે.
    આ ઉપરાંત જલાલપોર ૧૦૬ મીમી, ખેરગામ ૧૦૫ મીમી, રાજુલા ૧૦૩ મીમી, બોટાદ ૯૪ મીમી, સિહોર ૯૨ મીમી, તો વલસાડ અને વાપી ૯૦...૯૦ મીમી વરસાદ નોંધાયેલ છે.
   તેમજ નવસરી ૮૯ મીમી, હાંસોટ ૮૭ મીમી, બારડોલી ૮૬ મીમી, કામરેજ ૮૨ મિમી, દહેગામ ૮૧ મીમી, બોરસદ અને પાલીતાણા ૮૦....૮૦... મીમી, ઉમરાળા ૭૯ મીમી, તેમજ અમદાવાદ સિટી, ભરૂચ, અને વલ્લભીપુર ૭૮...૭૮.. મીમી, વાગરા ૭૭ મીમી, અને ગણદેવી ૭૫ મીમી વરસાદ નોંધાયેલ છે
    આ ઉપરાંત આંકલાવ અને પલસાણા ૭૩...૭૩... મીમી, કઠલાલ ૭૨ મિમી, ચીખલી ૭૦ મીમી, સાણંદ ૬૮ મીમી, દશકોઈ ૬૬ મીમી, કપડવંજ અનેમહુવા ( સુરત )૬૫...૬૫.. મીમી, પેટલાદ ૬૪ મીમી, ઉમરપાડા ૬૩ મીમી, બાવળા અને લાઠી ૬૦...૬૦... મીમી, અંકલેશ્વર ૫૮ મીમી, ચુડા ૫૭ મીમી, ધંધુકા અને ચોટીલા ૫૬...૫૬.. મીમી, પાદરા ૫૫ મીમી અને કરજણ ૫૩ મીમી, વરસાદ નોંધાયેલ છે
  જયારે આ સિવાય રાજ્ય નાં ૧૬૩ તાલુકા ઓ માં ૧ મીમી થી લઇ ૪૯ મીમી સુઘી નો વરસાદ નોંધાયેલ છે

(8:14 pm IST)