Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

તૌકતે વાવાઝોડાએ તારાજી સર્જી :ગીર પંથકમાં કેસર કેરીના પાકને મોટુંં નુકસાનલ : ઉનામાં સૌથી વધુ અસર

આંબામાંથી કેરીઓ ખરી પડી : આંબાના બગીચા વેરાન બની ગયા

અમદાવાદ : તૌકતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને પણ મોટુંં નુકસાન સર્જાયું છે, ગીર પંથકમાં આંબામાંથી કેરીઓ ખરી પડી હોવાના દૃશ્યો સામે આવ્યા છે

ગીર વિસ્તારમાં પાકતી કેસર કેરીએ ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને દુનિયામાં નામના મેળવી છે. અહીંથી મોટા પાયે કેસર કેરી એક્સપોર્ટ થાય છે. પરંતું તૌકતેએ અહીં એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે. એટલું જ નહીં ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

કેસર કેરીના શોખીન લોકો માટે સરનામું બનેલા ગીરના દૃશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાએ બધુ વેરાન બનાવી દીધું છે. કેરીની સિઝન હોવાથી જ્યાં એક દિવસ પહેલા કેરીઓ આંબે લહેરાઈ રહી હતી. ત્યાં તૌકતેના તરખાટથી હાલ એક પણ કેરી આંબે દેખાતી નથી. ક્યાંક વીજપોલ પડ્યા તો ક્યાંક વૃક્ષ પડતા તેનો કચ્ચઘાણ નીકળેલો જોવા મળ્યો છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતો અને ખેતરોનું મોટું નુકસાન સામે આવ્યું છે. જેમાં ઉનાળા પાક તલ, બાજરીના પાકનું પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. નુકસાનનું વળતર સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે. માછીમારોના નુકસાનનું પણ સર્વે કરાશે. પશુપાલન વિભાગને પણ પશુઓના નુકસાન અંગે પણ સર્વે કરવાની કામગીરી સોંપાઈ જશે. તો જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા તેમને કેશ ડોલ આપવામાં આવશે.

(11:17 pm IST)