Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

રાજપીપળા રજપૂત ફળિયામાં ગેસ લાઈન નાંખ્યા બાદ કનેક્શન ન આપતા ગ્રાહકોમાં નારાજગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહેરમાં ઘરેલુ ગેસ લાઈન ની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાની સ્થાનિકો દ્વારા અવાર નવાર બૂમ ઉઠ્યા બાદ પણ હજુ આ કામગીરી ઝડપી થઈ નથી તેનો તાજેતરનો પુરાવો રજપૂત ફળિયામાં જોવા મળ્યો છે
રાજપીપળાના રજપૂત ફળિયાના રહીશોએ એક વર્ષ પહેલાં ગેસ્લાઈન માટે રૂપિયા ભર્યા હતા ત્યારબાદ બે મહિના પહેલા આ ગ્રાહકોને ત્યાં ગેસ લાઈન નાખવામાં આવી પરંતુ અઢી મહિના જેવો સમય વીત્યા બાદ પણ ગેસ લાઈનનું મીટર કે કનેક્શન જોઇન્ટ ના થતાં હાલ રજપૂત ફળિયામાં નાંખેલી ગેસ લાઈનો શોભાના ગાઠિયા સમાન જણાઈ રહી છે જેના કારણે સ્થાનિકો નારાજ થયા છે અને આ બાબતની ક્યાં ફરિયાદ કરવી એ બાબતે પણ મૂંઝવણમાં મુકાયા છે માટે ગેસ કંપની આ વિસ્તારમાં વહેલી તકે કનેક્શન કરી લાઈન ચાલુ કરે તેવી માંગ છે.
આ મુદ્દે સ્થાનિક રહીશ દિલીપસિંહ રાઉલજીએ જણાવ્યું કે લાંબા સમય બાદ પણ ગેસ લાઈનનું કનેક્શન અપાયું નથી એની ઓફિસ ક્યાં છે એ કોઈ જાણતું નથી તો ફરિયાદ ક્યાં કરવી માટે ગેસ કંપનીના અધિકારીઓ ગ્રાહકોને સમયસર કામ કરી આપે એ જરૂરી છે

(10:12 pm IST)