Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આંબલી ગામના બસ સ્ટેન્ડ આગળ મોટરસાઇકલ સ્લીપ થતા સાળા,બનેવીને ઈજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામ ના બસ સ્ટેન્ડ આગળ બાઈક સ્લીપ થતાં બે શખ્સોને ઈજાઓ થઈ હતી આ ઘટનામાં એક રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
 પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદભાઈ ઉદેસિંગભાઈ જોગી (રહે. વાગરા,જી.ભરૂચ) કામ અર્થે પોઇચા આવેલા ત્યાં રાજપીપળા ટેકરા ફળિયા માં રહેતા તેમના કૌટુંબિક સાડા મુકેશભાઈ મજનુભાઈ જોગી મળતા તેઓ બંને નેત્રંગ ખાતે વિનોદભાઈ ની પત્નીને લેવા મોટરસાઇકલ પર જતા હતા જેમાં મુકેશભાઈના કબજાની મોટરસાઇકલ નંબર GJ - 16 - DD - 7599 તેમને પૂર ઝડપે ચલાવી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ગાડી સ્લીપ ખવડાવતા બંને પડી જતા બંનેને શરીરે ઇજાઓ થતાં રાજપીપળા સિવિલમાં સારવાર અર્થે લવાયા બાદ વિનોદભાઈની ફરિયાદના આધારે પોલીસે મુકેશભાઈ સામે ગુનો દાખલ કર્યો છે

(10:19 pm IST)