Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાજપમાં જોડાવાનું હજુ નકકી કર્યુ નથી

હાર્દિક પટેલની ‘‘અકિલા'' સાથે વાતચીત

રાજકોટ તા. ૧૮ : કોંગ્રેસમાં આખરે રાજીનામુ આપી દેનાર યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે બપોરે ‘અકિલા' સાથેની ખાસ વાતચીતમાં જણાવ્‍યું હતું કે ભાજપમાં જોડાવાનું હજુ મેં નકકી કર્યુ નથી.
આજે બપોરે કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું ધરી દેનાર હાર્દિક પટેલે ‘અકિલા' ને વધુમાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસમાં રહી હું ગુંગળામણ અનુભવતો હતો કામ માંગવા છતાં મને કોઇ કામ આપવામાં આવતું નહોતું. પ્રજા કલ્‍યાણને બદલે કોંગ્રેસના નેતાઓ સ્‍વકલ્‍યાણમાં રચ્‍યાપચ્‍યા રહેતા હોઇ નારાજ થઇને મેં પક્ષ છોડયો છે.
જો કે હાર્દિક પટેલે કહયું હતું કે હવે શું કરવું એ વિષે મે  કશુ હાલ વિચાર્યુ નથી મારા સમર્થકો અને શુભેચ્‍છકો સાથે ચર્ચા કરી કોઇ નિર્ણય લઇશ.જો કે એવી અટકળો છે કે હાર્દિક પટેલ આવતા થોડા દિવસોમાં કેસરીયા કરશે.

 

(3:38 pm IST)