Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુરતની અમરોલી પોલીસ દ્વારા ૮૨ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો

પીઆઈ વી.યુ.ગડેરિયા અને પીએસઆઈ જે.કે.બારીયા ટીમના દિપકભાઈ, કિરીટભાઈ ઠકકર, જીતેન્દ્રસિંહ વિગેરેને વધુ એક સફળતા

રાજકોટ,તા.૧૮: સુરતના અમરોલી પોલીસ મથક ડીસીપી પદે હર્ષદ મહેતાના નેતૃત્વમાં આવતા જ દોડતું થયેલ છે. ૨ વર્ષની બાળકીનો ગણત્રીના કલાકોમાં શોધી કાઢનાર ટીમ દ્વારા મોબાઈલ ચોરીના ગુનાની  તપાસ દરમિયાન ૮૨ મોબાઈલ ચોરીની ભેદ ઉકેલ્યા પોલીસ કમિશ્નર દ્વારા અભિનંદન આપવામાં આવેલ.

સુરત શહેરમાં બનતા મોબાઈલ સ્નેચીંગના ગુનાની ગંભીરતાથી નોંધ લઈ મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી સુરત શહેર તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨ સુરત શહેર તથા ના.પો.કમિ. શ્રી ઝોન-૪ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી 'જી' ડીવીઝન સુરત શહેર નાઓએ મોબાઈલ સ્નેચીંગના ગુનાઓ શોભી કાઢવા માટે પો.ઈન્સ.શ્રી વી.યુ.ગડરીયાનાઓને સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે પોલીસ ઈન્સ્પેકટર શ્રી વી.યુ. ગડરીયા અમરોલી પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓને સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ. શ્રી જે. કે. બારીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૃરી સુચના માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સ.ઈ.શ્રી જે.કે.બારીયાનાઓના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ., દિપકભાઈ મનોહરભાઈ તથા અ.હે.કો.કિરીટભાઈ રસીકભાઈ તથા અ.હે.કો, જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહનાઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે નીચે મુજબના આરોપીને સ્નેચીંગ કરેલ મોબાઈલ ફોન નંગ-૨ મળી કુલ મોબાઈલ ફોનો-૮૨ જેની કિ.રૃા.૨,૦૯,૫૦૦/- મતાના સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઃ- (૧) નરેશ ભગવાનભાઈ ચૌહાણ (દેવીપુજક) ઉ.વ.૩૬ રહેવાસી એચ-૪ બિ.નં.૩૨૫/એ/૦૨ કોસાડ અવાસ અમરોલી સુરત મુળગામ- કાલીકા માતાજીના મંદિરની સામે પુષ્કરગામ તા. પાલનપુર જી. બનાસકાંઠા.

(3:05 pm IST)