Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હાર્દિક પટેલ બાદ કોંગ્રેસના ૭MLA ભાજપના સંપર્કમાં

ભાજપ મોટો ખેલ પાડવાની તૈયારીમાં : સાતેય MLA એ ભાજપ હાઇકમાન્‍ડ સાથે કરી ચુક્‍યા છે બેઠક !

નવી દિલ્‍હી,તા. ૧૮: ગુજરાતના રાજકારણમાં આજે એક પછી એક રાજકીયલ હલચલ જોવા મળી છે. પહેલા હાર્દિકે ગુજરાત કોંગ્રેસમાં રાજીનામું આપ્‍યું અને હવે કોંગ્રેસના ૭ MLA ભાજપના સંપર્કમાં તેમ સામે આવ્‍યું છે
આજે વહેલી સવારથી ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક રાજકીય હડકંપ મચી જવા પામ્‍યો હતો. પહેલા હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો હાથ છોડતાં રાજકારણ ગરમાયું હતું. જો કે, સૂત્રોના જણાવ્‍યા અનુસાર હવે સામે આવી રહ્યું  છે કે, ગુજરાત કોંગ્રેસના ૭ ધારાસભ્‍યો ભાજપના સંપર્કમાં છે. આ સાતેય કોંગ્રેસના MLAઓએ ભાજપ હાઇકમાન્‍ડ સાથે બેઠક કરી ચુક્‍યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં નહિ જોડાય તો હજુ કોંગ્રેસ તુટશે.

 

(3:38 pm IST)