Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

સુરત:અમરોલીમાં મોબાઈલની ઉઘરાણી ન આવતા યુવાન દુકાનદારે ઝેરી દવા ગટગટાવી લેતા અરેરાટી મચી જવા પામી

સુરત: અમરોલીના જાહેર રોડ પર ચાર દિવસ પહેલા ઝેરી દવા પી ગયેલા યુવાન દુકાનદારનું  સારવાર દરમિયાન આજે મોત નીંપજયુ હતુ. મોબાઇલની ઉઘરાણી નહી આવતા ટેન્શનમાં રહેતો હતો. સ્મીમેર હોસ્પિટલથી મળેલી માહિતી મુજબ નાના વરાછામાં ચીકુવાડી ખાતે સ્વાતી સોસાયટીમાં રહેતો 28 વર્ષીય મેહુલ કાળુભાઇ ઇટાલીયા ગત તા.14મી બપોરે અમરોલીના છાપરા ભાઠા રોડ સ્ટાર ગેલેક્ષી પાસે રોડ પર ઝેરી દવા પી ગયો હતો. બાદમાં ભાઇને કોલ કરીને વ્હોટ્સએપ પર પોતાનું લોકેશન મોકલ્યું હતું. ભાઇએ દોડી જઇને મેહુલને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં સારવાર દરમિયાન આજે બપોરે મોત થયું હતું. તપાસકર્તા અમરોલી પોલીસે જણાવ્યુ હતુ કે મેહુલ મુળ ભાવનગરના ગારીયાધારનો વતની હતો.  તે મોબાઇલની દુકાન ચાલાવતો હતો. જોકે વેચેલા મોબાઇલની ઉઘરાણી આવતી ન હોવાથી તે સતત માનસિક તાણમાં રહેતો હતો. તેને સંતાન એક પુત્રી છે.

(6:35 pm IST)