Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હેડ ક્લાર્ક વર્ગ-3ની પ્રથમ તબક્કાની લેખિત કસોટીનું પરિણામ જાહેર

વેબસાઇટ gsssb.gujarat.gov.in પર પરિણામ જાહેર: GSSSB આયોજિત હેડક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું

અમદાવાદ :   હેડક્લાર્કની ભરતી પરીક્ષાનું પરિણામ આજ રોજ સાંજે 7 વાગ્યે વેબસાઇટ  gsssb. gujarat. gov.in પર જાહેર કરાયું છે. કુલ 186 જગ્યાઓ માટે MCQ - OMR પદ્ધતિથી પરીક્ષા યોજાઈ હતી. હેડ કલાર્ક વર્ગ-3ની ભરતી પરીક્ષા માટે ગુજરાતમાંથી અંદાજે 2,41,400 ઉમેદવાર નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ 12 ડિસેમ્બરે હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાંથી 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી પરંતુ પેપરલીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી. 20 માર્ચે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ચુસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.

  હેડ ક્લાર્ક વર્ગ 3નું પેપરલીક થયું હોવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ તપાસમાં કેટલા લોકોની ધરપકડ કરાઈ હતી અને રદ્દ કરાયેલી હેડ કલાર્ક વર્ગ 3ની પરીક્ષા 20 માર્ચે યોજવા અંગે જાહેરાત કરાઈ હતી. પેપરલીક થવાને કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી અસિત વોરા રાજીનામુ આપે એવી યુવાનો તરફથી માંગ કરાઈ હતી. અંતે અસિત વોરાએ અધ્યક્ષપદેથી રાજીનામુ આપતા એ.કે. રાકેશને ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપાઇ હતી.

(7:47 pm IST)