Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અમદાવાદમાં AIMIMના નેતા દાનિશ કુરેશીની ધાર્મિક લાગણી દુભાતી પોસ્ટ બદલ ધરપકડ

દાનીશ કુરેશીને તેની ઓફીસ પરથી સાયબર ક્રાઇમની ટીમે પકડી ધરપકડ કરી

અમદાવાદમાં AIMIM ના નેતા દાનીશ કુરેશીએ હિન્દુ ધર્મની લાગણી દુભાય એવી પોસ્ટ મુકતા સાયબર ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધ્યો.જેની બાદ દાનીશ કુરેશીને તેની ઓફીસ પરથી સાયબર ક્રાઇમની ટીમે પકડી ધરપકડ કરી હતી.નોંધનીય છે કે વિવાદિત ટિપ્પણી કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ એકાએક વિરોધ ઉભા થયા હતા. તેમજ અનેક હિન્દૂ ધર્મના લોકોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. જેમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધી તેની ઓફીસ પરથી ધરપકડ કરવામાં આવી. આરોપી દાનિશ કુરેશીએ ટ્વિટવર પર હિન્દુ દેવી દેવતાઓ વિશે પોસ્ટ લખી તેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું.

સાયબર ક્રાઇમ બ્રાંચમાં દાનિશ કુરેશીએ મૂકેલી પોસ્ટ અંગે કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ તેવી પોસ્ટ નથી તેવું નિવેદન આપ્યું હતું. છે.જેમાં AIMIMના પ્રવક્તા દાનીશ દ્વારા કરવામાં આવેલા પોસ્ટમાં શિવલિંગ અંગે લખાયેલા લખાણ અને પ્રશ્નને લઈને વિવાદ વકરતા ચર્ચાનો વિષય બન્યો છે. પરતું દાનીશ કુરેશી બીભત્સ ટિપ્પણી અને પોસ્ટ મૂકી ગુજરાતમાં અશાંતિ ફેલાવાનો પ્રયાસ કર્યો છે..જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા આઈ ટી એક્ટ,આઈપીસી 153એ,295એ, મુજબ ગુનો નોંધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઉપરની એક પોસ્ટના કારણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા જેવી ગંભીર ઘટના બની હતી તેવામાં કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ ન મૂકવા માટે શહેર પોલીસે અપીલ કરી છે અને આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(8:55 pm IST)