Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હાર્દિક ભાજપમાં નહીં જોડાય: જો તેના જોડાવવાથી કોઈને ફાયદો થતો હોય તો કોંગ્રેસ જીતી ગયું હોત: વરુણ પટેલ

ભાજપના નેતા વરુણ પટેલે કહ્યું કે હાર્દિક ભાજપમાં નહીં જોડાય અને જો હાર્દિક ભાજપમાં જોડાય તો મને કોઈ વાંધો નથી

અમદાવાદ :  હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ પદોના પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાને લઈ રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાજપના નેતા વરુણ પટેલે હાર્દિક પટેલના રાજીનામાને લઈ પ્રતિક્રિયા છે. તેમણે જણાવ્યું કે હાર્દિક ભાજપમાં નહીં જોડાય. જો તેનાથી કોઈને ફાયદો થતો હોય તો કોંગ્રેસ જીતી ગયું હોત.

   પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને છોડી દીધી છે. તેણે કાર્યકારી અધ્યક્ષ અને તમામ પદેથી રાજીનામુ આપ્યુ છે. હાર્દિક પટેલના રાજીનામા અંગે ભાજપ -કોંગ્રેસ અને આપના નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે ભાજપના નેતા વરુણ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે હાર્દિક ભાજપમાં નહીં જોડાય અને જો હાર્દિક ભાજપમાં જોડાય તો મને કોઈ વાંધો નથી. હાર્દિકના કોઈ પાર્ટીમાં જોડાવવાથી પાર્ટીને ફાયદો થાઈ તેમ હોઈ તો કોંગ્રેસ જીતી ગયું હોત તેવું પણ વરુણ પટેલે નિવેદન આપ્યું હતું.

(10:29 pm IST)