Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અમદાવાદમાં પાણીજન્ય રોગના કેસોમાં ઉછાળો : ઝાડા ઉલટીનાં ૩૯૫,ટાઈફોઈડનાં ૧૧૧ કેસો નોંધાયા

આ વર્ષે જાન્યુઆરીથી ૧૪ મે સુધીમાં ઝાડા ઉલટીના કુલ ૧૯૫૭ કેસ નોંધાવા પામ્યા

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીથી લોકોના સ્વાસ્થ્ય પર ઉંડી અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના પણ મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. તાપમાનમાં વધારો થતાં મે મહિનાની શરુઆતથી ૧૪ દિવસમાં ઝાડા ઉલટીનાં ૩૯૫ જયારે ટાઈફોઈડના ૧૧૧ કેસ નોંધાવા પામ્યા છે.આ વર્ષે અત્યારસુધીમાં પાણીના ૧૧૯ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે

શહેરના મહત્તમ તાપમાનમાં ગત સપ્તાહ દરમ્યાન વધારો થતા પ્રદૂષિત પાણીની સમસ્યા વધતા પાણીજન્ય રોગના કેસમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો હતો.૧૪ મે સુધીમાં કમળાના  ૪૮ કેસ નોંધાયા હતા.કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી.આ વર્ષે જાન્યુઆરીથી ૧૪ મે સુધીમાં ઝાડા ઉલટીના કુલ ૧૯૫૭ કેસ નોંધાવા પામ્યા હતા

આ વર્ષે અત્યારસુધીમાં રેસીડેન્સ કલોરીન ટેસ્ટ માટે કુલ ૨૮૭૯૨ સેમ્પલ લેવાયા હતા.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે ૪૨૮૩ સેમ્પલ લેવાયા હતા.મચ્છરજન્ય એવા મેલેરિયાના ૧૪ મે સુધીમાં ૪૫ કેસ,ઝેરી મેલેરિયાના ચાર કેસ નોંધાયા હતા.ડેન્ગ્યૂના સાત જયારે ચિકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા હતા

(10:39 pm IST)