Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અમદાવાદના બહુચર્ચિત હની ટ્રેપ મામલે પૂર્વ પીઆઇ ગીતા પઠાણ સહિત 8 આરોપીઓનો નિર્દોષ છુટકારો

મેટ્રો કોર્ટે ચુકાદો આપવાની સાથે જ કોર્ટ રૂમમાં વેસ્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા

અમદાવાદના બહુચર્ચિત એવા હની ટ્રેપ મામલે અમદાવાદની મેટ્રો કોર્ટે  આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. આ કેસમાં ગીતા પઠાણ સહિત 8 લોકોનો છુટકારો થયો છે. આ બાબતે બચાવ પક્ષના વકીલ ચંદ્ર શેખર ગુપ્તાએ જણાવ્યું કે આ કેસમાં કોર્ટ સમક્ષ ફરિયાદી સહિત મહત્વના સાક્ષીઓ હોસ્ટાઈલ થઈ ગયા હતા. એટલે કે ફરિયાદ નોંધાવનાર ફરિયાદીઓએ કોર્ટ સમક્ષ કેસમાં પ્રોસિક્યુશન તરફથી નિવેદન કર્યું ન હતું જેથી સરકારી વકીલ દ્વારા રજુ કરવામાં આવેલ પુરાવા આવા આરોપોને સાબિત કરવા માટે પર્યાપ્ત ન હોવાનું ફલિત થઈ રહ્યું હતું. જે બાબતની કોર્ટે નોંધ લીધી અને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે

મેટ્રોપોલિટન કોર્ટે મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. મેટ્રો કોર્ટે ચુકાદો આપવાની સાથે જ કોર્ટ રૂમમાં વેસ્ટ મહિલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશનના તત્કાલીન PI ગીતા પઠાણની આંખોમાં આંસુ સરી પડ્યા હતા.

(12:38 am IST)