Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સેલંબા ગામથી 20 વર્ષીય યુવતી ગુમ થતા પિતાએ પોલીસનો આશરો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામ માંથી એક વિસ વર્ષીય યુવતી ગુમ થતા સાગબારા પોલીસ મથકે ફરીયાદ થઇ છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજુભાઇ દેવીસીંગભાઇ ગોસાઇ(રહે. સેલંબા મંદિર ફળીયુ,પોલીસ ચોકીની બાજુમા)એ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની પુત્રી શીતલ તા. 13 જૂન ના પોતાના ઘરના સભ્યોને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર કયાક જતા રહેલ હોય આજદિન સુધી ન મળતા સાગબારા પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

(10:34 pm IST)