Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

અમદાવાદ: મોટાભાઈએ સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ: ભાભીએ સાથે રહી ફરિયાદ કરતાં ધરપકડ

માતા-પિતા ન હોવાથી ભાઈ-ભાભી સાથે રહેતી સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો

અમદાવાદ : શહેરના મકરબા વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. સગા મોટાભાઈએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. માતા-પિતા ન હોવાથી ભાઈ-ભાભી સાથે રહેતી સગીરા સાથે ભાઈએ જ દુષ્કર્મ આચરતા પોલીસે તેની ધરપકડ કરી છે.

 મકરબામાં રહેતી 15 વર્ષીય સગીરાના માતા-પિતા આ દુનિયામાં ન હોવાથી તે પોતાના એક માત્ર મોટાભાઈ સાથે મકરબામાં વિસ્તારમાં રહેતી હતી.અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સૂતા હતા. ત્યારે તેના મોટાભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચ્યું હતું. સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ સગો ભાઈ અવારનવાર સગીરા એકલી હોય ત્યારે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચરતો હતો. જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી સગીરા માસિક ધર્મમાં ન આવતા તેના ભાભીએ તેને ફોસલાવીને પૂછપરછ કરતા સગીરાએ મોટાભાઈના દુષ્કૃત્ય અંગે ભાભીને જણાવ્યું હતું.
સગીરા તેના ભાભી સાથે સરખેજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી છે

  પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશાનો બંધાણી હોવાનુ ખુલ્યુ છે. ત્યારે પોલીસે આરોપી અને ફરિયાદીના મેડિકલ રિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરી છે.

(11:12 pm IST)