Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કડોદરા પોલીસે વરેલી ખાતે દુકાન ધારક પર ચપ્પુથી હુમલો કરનાર આરોપીને ઝડપી પાડ્યા

નાસ્તો કરી પૈસા આપવા બાબતે લારીનાં માલિક સાથે બેલાચાલી અને મારામારી કરી ચપ્પુનાં ઘા ઝીંકી દીધા હતા

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસનાં ઇન્ચાર્જ પી.આઈ. ને મળેલ બાતમી અનુસાર વરેલી ખાતે દુકાન ધારક પર ચપ્પુ વડે હુમલો કરી ઘાયલ કરનાર આરોપીને વરેલી ખાતે હળપતિ વાસમાં તેમનાં મકાનમાંથી જ દબોચી લેવાયા હતા.

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ દ્વારા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાય હતી. તેનાં સંદર્ભે પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ પી.આઈ. ધળુક દ્વારા ટીમ બનાવી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે વેળાએ પી.આઈ. ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બે દિન અગાઉ વરેલી ખાતે નાસ્તાની લારી પર નાસ્તો કરી પૈસા આપવા બાબતે લારીનાં માલિક સાથે બેલાચાલી અને મારામારી કરી ચપ્પુનાં ઘા ઝીંકી દેનાર બન્ને આરોપી શુભમ બર્મન અને બાલિયા ઉર્ફે અંકિત રાઠોડ હાલ વરેલી ગામ ખાતે હળપતિ વાસમાં તેઓનાં ઘરે જ છે. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર જતાં તે આરોપી ત્યાં દેખાતા તેને દબોચી લેવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હ

(1:05 am IST)