Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી

પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો : દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન

અમદાવાદ : હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે.

ગઈ કાલે અમદાવાદમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ, ઉત્તર ઝોનમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો

(11:51 am IST)