Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

હાલોલમાં એક ઈંચથી વધુ વરસાદ : સોસાયટીમાં પાણી ઘુસ્યા : વાતાવરણમાં ઠંડક : ગરમીમાં રાહત

હાલોલ, કાલોલ, ઘોઘબામાં વરસાદી માહોલ : મોઘાવાડાની રહેણાંક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા

પંચમહાલ જિલ્લામાં બુધવારે રાત્રે મેઘરાજાએ ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.જેના બાદ ગુરૂવારે દિવસ દરમિયાન પણ હાલોલ, કાલોલ, ઘોઘબામાં વરસાદી માહોલ જોવાયો હતો. હાલોલમાં ગણતરીના સમયમાં જ એક ઈંચથી વધુ વરસાદ ખાબકતા મોઘાવાડાની રહેણાંક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા.

(12:37 pm IST)