Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

દાહોદના ધાનપુર પંથકમાં ઝરમર વરસાદ સાથે મેઘરાજાનું આગમન : સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

ખેડૂતો પોતાના ખેતરમાં ખેતરો સાફ્ સફઇ અને વાવણી સહિતની ખેતીની કામગીરીમાં જોતરાયા

ધાનપુર: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં ધાનપુર ખોખરા, વેડ, ડભવા, અંદરપુરા, ઘડા, ખોબેડ જેવા અનેક વિસ્તારોમા ગાજ વિજ સાથે ઝરમર વરસાદથી આગમન થયું છે. ધાનપુર તાલુકામાં આ વર્ષેમા લોકોની માન્યતા પ્રમાણે આગામી ઓગણીસ તારીખ સુધીમા ખેતી લાયક વરસાદ આવશે. તેવી ખેડૂતો વાદળોમા ગર્ભ થતા જોઈને ખેતી લાયક વરસાદની આગાહીની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હાલ ધાનપુર તાલુકામાં દસથી પંદર મિનિટ ઝરમર વરસાદને પગલે સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી પામી છે. ત્યારે આ વરસાદનુ આગમન થતા ધાનપુર તાલુકાના ખેડૂતો પોતાના ખેતરમાં ખેતરો સાફ્ સફઇ અને વાવણી સહિતની ખેતીની કામગીરીમાં જોડતારાયા હતાં

(12:39 pm IST)